Google ડ્રાઇવ સેવાની વધારાની શરતો

લાગુ થવાની તારીખ: 31 માર્ચ, 2020 (પાછલું વર્ઝન જુઓ)

Google ડ્રાઇવનો ઉપયોગ કરવા માટે, તમારે (1) Google સેવાની શરતો અને (2) Google ડ્રાઇવ સેવાની આ વધારાની શરતો (the “Google ડ્રાઇવ સેવાની વધારાની શરતો”) સ્વીકારવી જરૂરી છે.

કૃપા કરીને આ બધા દસ્તાવેજો ધ્યાનથી વાંચો. એકસાથે આ દસ્તાવેજો “શરતો” તરીકે જાણીતા છે. તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો ત્યારે અમારી પાસેથી શી અપેક્ષા રાખી શકો અને અમે તમારી પાસેથી શી અપેક્ષાઓ રાખીએ છીએ તેનું નિર્ધારણ કરે છે.

જોકે આ શરતોનો ભાગ નથી, છતાં અમે તમને અમારી પ્રાઇવસી પૉલિસી વાંચવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, જેથી તમે તમારી માહિતીને અપડેટ કરવાની, મેનેજ કરવાની, તેની નિકાસ કરવાની અને તેને ડિલીટ કરવાની રીત વધુ સારી રીતે સમજી શકો.

1. તમારું કન્ટેન્ટ

Google ડ્રાઇવ તમને કન્ટેન્ટ અપલોડ કરવાની, સબમિટ કરવાની, સ્ટોર કરવાની, મોકલવાની અને મેળવવાની મંજૂરી આપે છે. Google સેવાની શરતોમાં વર્ણવ્યા મુજબ, તમારું કન્ટેન્ટ તમારું પોતાનું જ રહે છે. તમે તમારા ડ્રાઇવ એકાઉન્ટમાં અપલોડ કરો, શેર કરો અથવા સ્ટોર કરો તે કોઈપણ ટેક્સ્ટ, ડેટા, માહિતી અને ફાઇલ સહિત, તમારા કોઈપણ કન્ટેન્ટમાં અમે માલિકીનો દાવો કરતાં નથી. Google સેવાની શરતો Googleને Google ડ્રાઇવ સેવાઓનું સંચાલન કરવા અને તેને બહેતર બનાવવા માટે મર્યાદિત હેતુનું લાઇસન્સ આપે છે — જેથી જો તમે કોઈની સાથે દસ્તાવેજ શેર કરવાનો નિર્ણય લો અથવા તમને તેને જુદા ડિવાઇસ પર ખોલવાની ઇચ્છા થાય, તો અમે તમારા માટે તે કાર્ય રજૂ કરી શકીએ.

Google ડ્રાઇવ તમને Google ડ્રાઇવના બીજા વપરાશકર્તાઓના કન્ટેન્ટ સાથે સહયોગ કરવાની મંજૂરી પણ આપે છે. કન્ટેન્ટના "માલિક" એ છે જે કન્ટેન્ટનું અને તેના ઉપયોગનું નિયંત્રણ કરે છે.

Google ડ્રાઇવમાં સેટિંગ શેર કરવાથી તમને બીજા લોકો Google ડ્રાઇવમાં તમારા કન્ટેન્ટનું શું કરી શકે તેનું નિયંત્રણ કરવાની મંજૂરી મળે છે. તમારી ફાઇલોના પ્રાઇવસી સેટિંગ તે જે ફોલ્ડર અથવા ડ્રાઇવમાં હોય તેના પર આધાર રાખે છે. તમારી વ્યક્તિગત ડ્રાઇવમાંની ફાઇલો ખાનગી હોય છે, સિવાય કે તમે તેમને શેર કરવાનું નક્કી કરો. તમે તમારું કન્ટેન્ટ શેર કરી શકશો અને તમારા કન્ટેન્ટનું નિયંત્રણ બીજા વપરાશકર્તાઓને ટ્રાન્સફર કરી શકશો. તમે બનાવો અથવા બીજા લોકો દ્વારા શેર થયેલા ફોલ્ડરો અથવા ડ્રાઇવમાં મૂકો તે ફાઇલોને શેરિંગના સેટિંગ લાગુ થશે અને તે જે ફોલ્ડર અથવા ડ્રાઇવમાં હશે તેના માલિકીપણાના સેટિંગ લાગુ થઈ શકશે. અમારી પ્રાઇવસી પૉલિસીમાં વર્ણવવામાં આવ્યું છે તેના સિવાય, અમે બીજા લોકો સાથે તમારી ફાઇલો અને ડેટા શેર નહીં કરીએ.

અમે માર્કેટિંગ અથવા પ્રચારાત્મક ઝુંબેશો માટે તમારા કન્ટેન્ટનો ઉપયોગ નહીં કરીએ.

2. પ્રોગ્રામ પૉલિસી

કન્ટેન્ટ ગેરકાયદેસર છે અથવા અમારી પ્રોગ્રામ પૉલિસીનું ઉલ્લંઘન કરે છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે અમે તેને રિવ્યૂ કરી શકીએ છીએ અને અમે જે કન્ટેન્ટ વિશે વાજબી રૂપે માનતાં હોઈએ કે તે અમારી પૉલિસીનું અથવા કાયદાનું ઉલ્લંઘન કરે છે તેને કાઢી નાખી શકીએ છીએ અથવા તે બતાવવાનું નકારી શકીએ છીએ. પરંતુ તેનો અર્થ અનિવાર્યપણે એ નથી કે અમે કન્ટેન્ટને રિવ્યૂ કરીએ છીએ, તેથી કૃપા કરીને એવી ધારણા કરવી નહીં કે અમે કન્ટેન્ટને રિવ્યૂ કરીએ છીએ.