અમે શા માટે જાહેરાત વેચીએ છીએ,
શોધ પરિણામો નહીં.

વિશ્વમાં, જ્યાં બધું જ વેચાણ માટે હોય એવું લાગે છે, તો જાહેરાતકર્તાઓ શા માટે અમારા શોધ પરિણામોમાં બહેતર સ્થિતિ ન ખરીદી શકે?

જવાબ સરળ છે. અમે માનીએ છીએ કે Google નો ઉપયોગ કરીને તમે જે શોધો છો તેમાં તમે વિશ્વાસ કરી શકતાં હોવા જોઇએ. શરૂઆતથી, શોધ પરનો અમારો અભિગમ અમારા વપરાશકર્તાઓને સૌથી સુસંગત જવાબો અને પરિણામો પ્રદાન કરવાનો છે.

Google શોધ પરિણામો, કોણે વેબ પૃષ્ઠ લિંક કર્યું છે તેમજ તે પૃષ્ઠ પરની સામગ્રી તમારી શોધ સાથે કેટલી સંબંધિત છે તે ધ્યાનમાં લે છે. ઓનલાઇન સમુદાયો શું માને છે તે મહત્વનું છે, નહીં કે અમે અથવા અમારા ભાગીદારોને લાગે કે તમારે શું જોવું જોઇએ, અમારા પરિણામો એ પ્રતિબિંબિત કરે છે.

અને જ્યારે અમે માનીએ કે સંબંધિત જાહેરાતો વાસ્તવિક શોધ પરિણામો જેટલી ઉપયોગી હોઇ શકે છે, ત્યારે અમે કયું શું છે તે વિશે કોઇને પણ ગૂંચવવા માંગતા નથી.

Google પરની દરેક જાહેરાતો સ્પષ્ટ રીતે ચિહ્નિત કરેલી છે અને વાસ્તવિક શોધ પરિણામોથી અલગ પાડેલ છે. જો કે જાહેરાતકર્તાઓ જાહેરાત ક્ષેત્રમાં વધારેમાં વધારે પ્રદર્શિત થવા વધુ ચુકવણી કરી શકે છે, પરંતુ શોધ પરિણામોમાં કોઇપણ પોતાના માટે બહેતર સ્થાન ખરીદી શકતાં નથી. વધુમાં, જાહેરાતો માત્ર તો જ પ્રદર્શિત કરવામાં આવશે જો તે તમે દાખલ કરેલ શોધ શબ્દોથી સંબંધિત હશે. એટલે કે, તમને માત્ર ખરેખર ઉપયોગી હોય એવી જ જાહેરાતો દેખાશે.

કેટલીક ઓનલાઇન સેવાઓ, શોધ પરિણામો અને જાહેરાતો વચ્ચેનો તફાવત એટલો મહત્વપૂર્ણ છે તેવું માનતી નથી.

અમે માનીએ છીએ.