હસ્તલેખન
હસ્તલેખન ઇનપુટથી તમે માઉસ અથવા ટ્રેકપેડ દ્વારા સીધા જ શબ્દો લખી શકો છો. હસ્તલેખન સમર્થન 50 થી વધુ ભાષાઓમાં.
હસ્તલેખન ઇનપુટ વાપરવા માટેનું, પ્રથમ પગલું છે ઇનપુટ સાધનો સક્ષમ કરવા. શોધ, Gmail, Google ડ્રાઇવ, Youtube, અનુવાદ, Chrome અને Chrome OSમાં ઇનપુટ સાધનોને સક્ષમ કરવા માટે સૂચનાઓને અનુસરો. ઉપરના કેટલાક ઉત્પાદનોમાં કેટલીક ભાષાઓનું હસ્તલેખન ઇનપુટ અનુપલબ્ધ હોઈ શકે છે.
Google ઇનપુટ સાધનો Chrome એક્સ્ટેન્શનમાં હસ્તલેખન ઇનપુટ કેવી રીતે વાપરવું તે જાણવા માટે આ ટ્યુટોરિયલ વિડિઓ જુઓ.
હસ્તલેખન ઇનપુટ એક પેન્સિલ આયકન દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે.હસ્તલેખન ઇનપુટનો ઉપયોગ કરતી વખતે, તમારા ટ્રેકપેડ/માઉસને હસ્તલેખન પેનલ પર લઈ જાઓ. અક્ષરો દોરવા માટે ટ્રેકપેડ/માઉસને દબાવી રાખો. તમારા હસ્તલેખનને મેપ કરતાં વિકલ્પ અક્ષરો પ્રદર્શિત થશે. અક્ષર પર ક્લિક કરીને વિકલ્પ પસંદ કરો અથવા પ્રથમ વિકલ્પ પસંદ કરવા માટે ENTER અથવા SPACE કી દબાવો.